અગ્રગામી ભારતીય કવિ, નાટ્યકાર, સાહિત્યમીમાંસક
કવિતા:
ભારતીય લેખકોના પ્રતિનિધિ મંડળોના ભાગ રૂપે વિદેશોમાં કાવ્ય પ્રસ્તુતિ અને વક્તવ્યમાટે નિમંત્રણ, ૧૯૮૦થી. પેરિસ, ન્યૂ યોર્ક,શિકાગો, મોસ્કો, બર્લિન, ફ્રેન્કફર્ટ,સ્ટુટગાર્ટ, સો’લ (દક્ષિણ કોરિયા), રીગા.લેટિવ્યા,લુબ્લિઆના (સ્લોવેનિયા) ઝાગ્રેબ (કોએશિયા) ફ્રેન્ચ, જર્મન, રશિયન, કોરિયન,આદિ ભાષાઓમાં નિમંત્રક સંસ્થાઓ દ્વારા વિવિધ કાવ્યોના અનુવાદનાં પ્રકાશનો.
રંગભૂમિ:
નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા, પૃથ્વી થિયેટર, વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર, આકાશવાણી, મુંબઈ અને વડોદરા અને અન્ય સંસ્થાઓ. દ્વારા યોજિત રાષ્ટ્રિય મહોત્સવોમાં મંચન માટે નિમંત્રિત તેમ જ ઇન્ડિયન નેશનલ.થિયેટર, કોરસ, ત્રિવેણી, વિકલ્પ આદિની વ્યાવસાયિક રંગભૂમિ પર પ્રસ્તુત.
પ્રવીણ જોષી, સત્યદેવ દૂબે, અરવિંદ જોષી, અરવિંદ ઠક્કર, બરજોર પટેલ, મહેન્દ્ર જોષી, નિમેષ દેસાઈ, ઉત્કર્ષ મજમુદાર, નૌશીલ. મહેતા, મહેરશ ચંપકલાલ. ફણિશાઇ ચારી, કપિલદેવ શુક્લ, ચિંતન પંડ્યા. આદિ ઉત્તમ દિગ્દર્શકો અને સરિતા જોપી, પરેશ રાવળ, રૂબી પટેલ, શફી ઇનામદાર આદિ ઉત્તમ અભિનેતાઓ દ્વારા પ્રસ્તુત.
લેખકને અપાયેલાં રાષ્ટ્રીય સાહિત્યિક સન્માનોઃ
રાષ્ટ્રિય કબિર સન્માન (ભારત ભવન, ભોપાલ, મધ્યપ્રદેશ, ૧૯૯૮-૯૯)
કવિ ગંગાધર મહેર સન્માન (ઓડિસા, ૨૦૦૩)
કવિ કુસુમાગ્રજ રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર મહારાષ્ટ્ર, ૨૦૧૩)
સરસ્વતી સન્માન(દિલ્લી, ૨૦૧૭)
સાહિત્ય અકાદમી, દિલ્લી, એવોર્ડ (૧૯૮૭)
રણજીતરામ સુવર્ણ ચંદ્રક (ગુજરાત વિદ્યાસભા, ૧૯૮૭)
ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર (૧૯૭૫થી)
સાહિત્ય ગૌરવ પુરસ્કાર (ગુજરાત રાજય, ૨૦૧૩)
પદ્મશ્રી, (ભારત સ૨કાર, ૨૦૦૧)
લેખકની શૈક્ષણિક સિદ્ધિઓ
૧૯૬૫, એમ.એ. (ગુજરાતી અને સંસ્કૃત સાથે) (બળવંતરાય ઠાકોર સુવર્ણ ચંદ્રક)
૧૯૬૮ ફૂલબ્રાઇટ સ્કોલરશીપ (યુ.એસ.એ)બ્લુમિન્ગટન, ઇન્ડિયાના, યુ.એસ.એમાં અભ્યાસ: અમેરિકન ન્યૂ ક્રિટિસિક્ઝમ અને કમ્પેરેટિવ લિટરેચર વિષયો સાથે માસ્ટર્સ ડિગ્રી
૧૯૭૦ ડોક્ટરેટનો અભ્યાસ, ડૉ.ન્યૂટન સ્ટોલ્નેખ્ટ પાસે
૧૯૭૧ ફોર્ડ યુરોપિયન સ્ટડીઝ ફેલોશીપ (પેરિસ)પેરિસમાં મેકબેથ વિશેના શેક્સપિયર અને ઇયોનેસ્કોનાં નાટકોનો તુલનાત્મક અભ્યાસ અને કમ્પેરેટિવ લિટરેચરમાં ડોક્ટરેટનો અભ્યાસ
૧૯૭૫ તુલનાત્મક સાહિત્યમાં ડૉક્ટરેટ પ્રાપ્ત, “કન્સેપ્ટ ઓફ આર્ટ ફોર્મ ઇન ધ કાન્ટિયન એન્ડ ભારતીય ટ્રેડિશન્સ’ અંગે.
૧૯૭૭ ગુજરાતી વિષયમાં, મુંબઇ યુનિવર્સિટીમાં, ‘રમણીયતાનો વાગ્વિકલ્પ,એ મહાનિબંધ માટે બીજી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત.
૧૯૭૮-૮૨ સાહિત્ય અકાદમી, દિલ્લીમાં “એન્સાઇક્લોપિડિયા ઑફ ઈન્ડિયન લિટરેચર”ના ચીફ એડિટર તરીકે કામ
૧૯૮૯-૧૯૯૧ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી૧૯૮૨-૨૦૦૩ પ્રોફેસર, મ.સ.યુનિવર્સિટી ઓફ બરોડાનો ગુજરાતી વિભાગ
૧૯૯૭-૨૦૦૩ શિકાગો યુનિવર્સિટીના વિખ્યાત પ્રો. શેલ્ડન પોલોકના નિમંત્રણથી “Literary Cultures In History: Reconstruction from Soth Asis” – એ પ્રકલ્પમાં સઘન કાર્ય, અમેરિકા, યુરોપ, અને ભારતમાં એ અંગેની શ્રેણીબધ્ધ કાર્યશિબિરોમાં સહભાગી
૧૯૯૮ પેરિસની વિખ્યાત યુનિવર્સિટી, સોબોર્ન યુનિવર્સિટીમાં “સાઉથ એશિયન સ્ટડિઝ વિભાગ” માં એક સત્ર વિઝિટીંગ પ્રોફેસર
૨૦૧૦ અમેરિકાની વિખ્યાત યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં, “સાઉથ એશિયન સ્ટડિઝ વિભાગ” માં એક સત્ર વિઝિટીંગ પ્રોફેસર
સંસ્થાગત કાર્યો
- Spastics Society of India, ADAPT, ફિઝિકલી ચેલેન્જ્ડ (શારીરિક ક્ષતિના પડકારો સામે લડત આપતા) બાળકો માટેની વિશ્વવિખ્યાત સંસ્થામાં કાર્યકર, મેનેજીંગ કમિટિના સભ્ય, અને ટ્રસ્ટી તરીકે (૧૯૭૭થી અત્યાર સુધી)
- ફાર્બ્સ ગુજરાતી સભાના ટ્રસ્ટી, ત્રૈમાસિકના સંપાદક.
- Balvant Pathak Center General Semantics and Other Human Sciences, Vadodara ના સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી
- ગુજરાતી સાહિત્ય પરિષદના ચૂંટાયેલા પ્રમુખ (૨૦૧૮-૨૦)